Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO/ Serious accident between Dhoraji-Jamkandorana: 5 people seriously injured

VIDEO/ ધોરાજી-જામકંડોરણા વચ્ચે ગંભીર અકસ્માત: 5 લોકોને ગંભીર ઇજા

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. લોધીકા તાલુકાના નગર પીપળીયા ગામના લોકો ટેમ્પોમાં મગફળીના બી ખરીદવા માટે જુનાગઢ ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ધોરાજી નજીક પહોંચતા ટેમ્પોમાં અચાનક ખામી સર્જાતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store