Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Rajkot: A middle-aged man, fed up with being cheated of Rs 30 lakhs, attempts suicide in Dhoraji

VIDEO: રાજકોટઃ ધોરાજીમાં 30 લાખની છેતરપિંડીથી કંટાળી આધેડનો આત્મહત્યાનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરાણીયા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 46 વર્ષીય આધેડ સચીનભાઈ ભદ્રેસરાએ પોતાના જૂના મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. પ્લોટ અને મકાનના બાકી નીકળતા રૂપિયા 30.50 લાખ ન આપીને છેલ્લા 15 વર્ષથી માનસિક હેરાનગતિ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી મળવાને કારણે આધેડે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક સચીનભાઈના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં જૂનાગઢના બે શખ્સો પ્રવીણ મસાલીયા અને હર્ષદભાઈ મસાલીયાના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. આ ઘટના અંગે મૃતકની પત્ની જયશ્રીબેનની ફરિયાદના આધારે ધોરાજી તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

App Store