Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Patidar leader's statement regarding the clash at Khodal Dham Garba in Rajkot

VIDEO: ખોડલ ધામ ગરબામાં ઘર્ષણનો મામલો, જાણો પાટીદાર અગ્રણીએ શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

VIDEO: રંગીલા રાજકોટને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ નવલાં નોરતે પણ ઘર્ષણ જેવી ઘટના સામે આવી હતી રાજકોટ શહેરના ખોડલ ધામ નોર્થના ગરબામાં એક શખ્સ દ્વારા ગરબામાં  કાર્યકર્તાઓની વાત ન માની અને તેમના પર હુમલો કરવાની  હિચકારી ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

App Store

નરેન્દ્ર પટેલનું નિવેદન

જોકે પોલીસને આ અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.  આ અંગે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે ગરબામાંથી હું બહાર આવ્યો ત્યારે મહેશગિરી નામના શખ્સની ગરબાના કાર્યકર્તાઓ સાથે માથાકૂટ ચાલી રહી હતી અને તે દરમિયાન આ શખ્સે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાકી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું