Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Major accident at Dhoraji's Imperial School: Worker repairing AC dies tragically after falling from second floor

VIDEO: ધોરાજીની ઈમ્પિરિયલ સ્કૂલમાં મોટી દુર્ઘટના: AC રિપેરિંગ કરતા કારીગરનું બીજા માળેથી પટકાતા કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીની ખાનગી એવી ઈમ્પિરિયલ સ્કૂલમાં આજે એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી દુર્ઘટના ઘટી છે. સ્કૂલના બીજા માળે એસી રિપેરિંગનું કામ કરી રહેલા એક કારીગરનું ઊંચાઈ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સેફ્ટીના સાધનો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

App Store

 મળતી માહિતી અનુસાર, રાજકોટના વતની ભાવેશકુમાર વનારસીદાસ પટેલ ધોરાજીની ઈમ્પિરિયલ સ્કૂલમાં એસી રિપેરિંગ કરવા માટે આવ્યા હતા. એસીમાં ફોલ્ટ હોવાને કારણે તેઓ સ્કૂલના બીજા માળે ચડીને કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા અથવા સંતુલન બગડતા તેઓ સીધા બીજા માળેથી નીચે પટકાયા હતા.

ભાવેશકુમાર સીધા માથાના ભાગે નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક 108 મારફતે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર કારગત નીવડી નહોતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

સુરક્ષાના અભાવે જીવ ગુમાવ્યો: સ્કૂલ તંત્ર સામે રોષ
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભાવેશકુમાર જ્યારે બીજા માળે જોખમી રીતે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો (જેમ કે સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ) નહોતા. સ્કૂલ જેવી સંસ્થામાં જ્યારે ઊંચાઈ પર કામ ચાલતું હોય, ત્યારે સંચાલકોએ સુરક્ષાના સાધનોની ખાતરી કેમ ન કરી? શું કારીગરને સુરક્ષા કિટ આપવામાં આવી હતી? જો નહીં, તો આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ?

પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ ધોરાજી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સ્કૂલના સીસીટીવી ફૂટેજ અને ત્યાં હાજર સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પરિવારમાં શોકનું મોજું
મૃતક ભાવેશકુમાર રાજકોટના રહેવાસી હોવાનું ખુલતા તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. એક સામાન્ય કામ માટે ઘરેથી નીકળેલા શ્રમિકનું આ રીતે મોત થતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.