Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Jangaleshwar demolition cost dispute case, Municipal Commissioner Tushar Sumera went on leave

VIDEO: જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદનો મામલો,મનપા કમિશ્નર તુષાર સુમેરા રજા પર ઉતર્યા

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન ખર્ચને લઈને વિવાદ દિવસેને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે. એક બાદ એક ડિમોલિશન ખર્ચના બિલ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે વિવાદનો મધપૂડો છંછેડાતા હવે મનપા કમિશ્નર તુષાર સુમેરા રજા પર ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. મીડિયાના સવાલોથી બચવા માટે મનપા કમિશનર રજા પર ઉતર્યા હોવાની ચર્ચા જાગી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ ડિમોલિશન ખર્ચ અંદાજે ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચતા મનપાના પદાધિકારીઓ પર પણ દબાણ વધી રહ્યું છે. આજે ખર્ચ બિલ મામલે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે અને મેયર નેહલ શુક્લ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store