Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ 'If you want a divorce, give.. Story of husband harassing wife in Rajkot

Video/ 'છૂટાછેડા જોઈએ તો એક કરોડ આપો', સાસુ-પતિને જાનથી મારવાની ધમકી; Rajkotમાં પત્ની પીડિત પતિની આપવીતી

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ: સામાન્ય રીતે પત્ની પર થતા અત્યાચારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પોલીસ અને મીડિયાની શરણ લેવી પડી છે. શહેરના ભક્તિનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા સુનિલ ઘવા નામના યુવકે પોતાની પત્ની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.

App Store

14 વર્ષના લગ્નજીવન બાદ વિવાદ

સુનિલ ઘવા નામના પાટીદાર યુવકે14 વર્ષ પહેલા રાવકી ગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. સુનિલના જણાવ્યા અનુસાર, લગ્નના થોડા સમય બાદ જ પત્નીએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું હતું. પત્ની દ્વારા વારંવાર પતિ અને તેની વૃદ્ધ સાસુને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

એક કરોડની માંગ અને પથ્થરમારો

પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની છૂટાછેડા આપવાના બદલામાં એક કરોડ રૂપિયા અથવા મિલકતમાં હિસ્સાની માંગણી કરી રહી છે. આટલું જ નહીં, પત્નીએ તેના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના લાઈવ દ્રશ્યો સીસીટીવી (CCTV) માં કેદ થયા છે. પત્ની દ્વારા પતિ અને સાસુને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

રૂપાલાની ટકોર અને સમાજની વાસ્તવિકતા

હજુ આઠ દિવસ પહેલા જ સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સમાજમાં પુરુષોની બદલાતી સ્થિતિ અને કાયદાના દુરુપયોગ અંગે ટકોર કરી હતી. રાજકોટનો આ કિસ્સો રૂપાલાની એ વાતની પુષ્ટિ કરતો હોય તેમ જણાય છે.

પોલીસ કાર્યવાહી

સુનિલ ઘવાની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને મહિલા વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. પીડિત પતિએ મીડિયા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે અને જણાવ્યું છે કે પુરુષો માટે પણ સુરક્ષાના કાયદા સખત હોવા જોઈએ.