Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Saurashtra University again in controversy, more than 17 thousand students wasted time in exams

Rajkot news: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી, 17 હજારથી વિદ્યાર્થીઓનો પરીક્ષામાં બગડ્યો સમય

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી, 17 હજારથી વિદ્યાર્થીઓનો પરીક્ષામાં બગડ્યો સમય
સોર્સ : GSTV

ગુજરાતની પ્રખ્યાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં વધુ એક છબરડો સામે આવ્યો છે.બી.કોમ. સેમેસ્ટર-1ના 22 જાન્યુઆરીએ યોજાયેલા પર્સનાલિટી ડેવલોપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કીલના ઓપ્શનલ પેપરમાં 25 માર્કના બદલે 50 માર્કનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું.

App Store

 25 માર્કના બદલે 50 માર્કનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું

આ પ્રશ્નપત્રથી પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંને મૂંઝાયા હતા.મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર મામલે  વિદ્યાર્થીઓએ અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક નવું પેપર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  યુનિવર્સિટીના પેપર સેટરની ભૂલ હોવાનું સામે આવ્યું છે.

કોલેજોને ઈમેલથી નવા પ્રશ્નપત્ર મોકલાયા અને ફરી પ્રિન્ટ કાઢવી પડી

કોલેજોને ઈમેલથી નવા પ્રશ્નપત્ર મોકલાયા અને ફરી પ્રિન્ટ કાઢવી પડી. અડધો કલાક સમય બગડતા વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવ્યો. આ પરીક્ષામાં કુલ 17 હજાર 470 વિદ્યાર્થીઓ હાજર હતા.