Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Fatal accident between a bike and a car near Charaniya village in Jetpur, Rajkot district

VIDEO: રાજકોટ જિલ્લાના જેતપુરના ચારણીયા ગામ નજીક બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણીયા ગામ નજીક જેતપુર-વડિયા રોડ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 વર્ષીય અર્જુન કાળુભાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ અને પોલીસ હાજર હોવા છતાં યુવકના મૃતદેહને છકડો રિક્ષામાં વડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહને રિક્ષામાં લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

App Store
ટોપિક્સ:rajkot newsgstv newsgujarat state