Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Election battle intensifies in Dhoraji! Farmers' suffering and women's safety become the main issues, BJP-Congress play blame game

VIDEO: ધોરાજીમાં ચૂંટણી જંગ તેજ! ખેડૂતોની વેદના અને મહિલા સુરક્ષા બન્યા મુખ્ય મુદ્દા, ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપનો ખેલ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું બ્યુગલ વાગી ગયું છે. પરંતુ આ વખતે મતદારો પાસે માત્ર પક્ષના નામે નહીં, પણ પાયાના પ્રશ્નો સાથે જવાનું રાજકીય પક્ષો માટે પડકારજનક બની રહ્યું છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોની કથળતી આર્થિક સ્થિતિ અને મહિલા સુરક્ષાનો મુદ્દો જોરશોરથી ગુંજી રહ્યો છે.

App Store

ખેડૂતોમાં ભારે અસંતોષ
સ્થાનિક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, હાલ ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. ખાતર અને બિયારણના ભાવમાં સતત થઈ રહેલો વધારો ખેતીને ખોટનો સોદો બનાવી રહ્યો છે. બીજી તરફ, મહેનત કરીને પકવેલા પાકને બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. ધોરાજીના ખેડૂત મગનભાઈ વઘાસિયાના જણાવ્યા મુજબ, ખેતી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે પણ આવક ઠેરની ઠેર છે.

મહિલા સુરક્ષા અને રાજકીય આક્ષેપો
કોંગ્રેસના આગેવાન જગદીશ રાખોલિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર માત્ર કાગળ પર વિકાસની વાતો કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. તેની સામે ભાજપના મહિલા આગેવાન સંગીતાબેન બારોટે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ટેક્નોલૉજીના ઉપયોગથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યો છે અને મહિલાઓ ભાજપ શાસનમાં સંપૂર્ણ સુરક્ષિત છે.

ચૂંટણીનો માહોલ
જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ બંને પક્ષો દ્વારા ગામડે ગામડે જઈને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભાજપ પોતાના શાસનની અદભુત સિદ્ધિઓ ગણાવી રહી છે, જ્યારે કોંગ્રેસ મોંઘવારી અને અસલામતીને મુદ્દો બનાવી પરિવર્તનની હાકલ કરી રહી છે. મતદારો માટે આ બંને મુદ્દાઓ અત્યંત મહત્ત્વના છે, કારણ કે તે તેમના રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર આ પ્રચારના વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યા છે, જે રાજકીય માહોલને વધુ ગરમ બનાવી રહ્યા છે.