VIDEO : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદમાં કમિશનરે પાંચ સભ્યોની તપાસ સમિતિ નીમી
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદમાં હવે તપાસના નાટક શરૂ કરી દેવામાં આવ્યા છે . રાજકોટ મેયરના આદેશ બાદ મનપા કમિશ્નર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ડેપ્યુટી મનપા કમિશ્નર સી.કે. નંદાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હર્ષદ પટેલ, ભરત કથરોટિયા, અમિત સવજીયાણી અને પરેશ અઢિયા સભ્ય તરીકે જોડાયા છે. સમિતિ જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન રજૂ કરાયેલા તમામ બિલોની એક પછી એક વિગતવાર ચકાસણી કરશે. જોકે, આ વિવાદમાં ખુદ મનપા કમિશ્નર તુષાર સુમેરાનું નામ પણ ચર્ચાના કેન્દ્રમાં હોવાથી તપાસના પરિણામો પર સૌની નજર મંડાઈ છે.

