Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Firing took place in Jangleshwar, Rajkot, 2 people were caught on CCTV

VIDEO: રાજકોટના જંગલેશ્વરમાં કરાયું ફાયરિંગ, 2 શખ્સો થયા CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જન્માષ્ટમી પર કૃષ્ણ જન્મના દિવસે રાજકોટમાં થઈ ફાયરિંગ. ફાયરિંગ કરનાર શખ્સો CCTVમાં થયા કેદ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.

App Store

શું છે બાબત?

રાજકોટના જંગલોશ્વરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ફાયરિંગ કરવામાં આવી. આ સમગ્ર ઘટના લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ. જેમાં ફાયરિંગ કરનાર શખ્સો દેખાયા. આ શખ્સો મોઢા પર રુમાલ બાંધીને ફાયરિંગ કરવા પહોંચ્યા હતાં. 4 લોકો બેઠા હતા તે દરમિયાન આ 2 શખ્સો સ્કૂટર પર આવી ધડા ધડ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયા. શાહનવાઝ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જુની અદાવતમાં કરાયું ફાયરિંગ

આ બાબતમાં તપાસ કરતાં કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભયલી ગઢવી નામના વ્યક્તિઓએ શાહનવાઝ પર જુની અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામાલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.