Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Attempted robbery at knifepoint of college student in broad daylight in Rajkot

VIDEO: રાજકોટમાં ધોળા દિવસે કૉલેજના વિદ્યાર્થીને છરો બતાવી લૂંટનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યના રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જેવા મહાનગરમાં ધોળા દિવસે આર.કે.કૉલેજના વિદ્યાર્થીને છરો બતાવીને લૂંટવાનો પ્રયાસ થયો હતો. હાઈવે પર એકલા ઉભા રહેલા વિદ્યાર્થીને અજાણ્યા બે શખ્સો પાસે આવીને ધમકી આવી જાહેરમાં તીક્ષ્ણ છરો બતાવી પૈસાની માંગણી કરી રહ્યા હતા. પરંતુ વિદ્યાર્થીને મોકો મળતાની સાથે વિદ્યાર્થી ત્યાંથી જીવ બચાવીને પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આખરે વિદ્યાર્થીને શખ્સો લૂંટે તે પહેલા વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાઈવે પર એક જગ્યાએ રહેલા સીસીટીવી કેમેરામાં આખી લૂંટના પ્રયાસની ઘટના કેદ થઈ હતી. 

App Store