VIDEO: રાજકોટ મનપાની ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પદાધિકારીઓના નામોની ચર્ચા વધી
સોર્સ : gstv
રાજકોટ મનપાની ચૂંટણી પૂર્ણ થતા જ હવે નવા પદાધિકારીઓના નામોને લઈ ચર્ચાઓ તેજ બની છે. મેયર પદ માટે પરેશ ઠાકર, નેહલ શુક્લ અને કેતન પટેલના નામો મોખરે છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઘનશ્યામ હેરભા અને પ્રદીપ ડવ રેસમાં છે. ડેપ્યુટી મેયર તરીકે રઘુવંશી કે ક્ષત્રિય મહિલાને સ્થાન મળી શકે છે.બીજી તરફ, કોંગ્રેસ પાસે ૧૦ ટકાથી ઓછી બેઠકો હોવાથી વિરોધ પક્ષનો દરજ્જો મળવો મુશ્કેલ જણાય છે. જો દરજ્જો મળે, તો દીપ્તિબેન સોલંકી અથવા ઇબ્રાહીમ સોરા વિરોધ પક્ષના નેતા બની શકે છે.

