VIDEO/ રાજકોટ AIIMS વિવાદોનું કેન્દ્ર: સિક્યુરિટી ગાર્ડસએ પાર્કિંગનો વીડિયો ઉતારતી યુવતીનો મોબાઈલ ઝૂંટવી કરી મારામારી
સોર્સ : GSTV
રાજકોટ એઈમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વંટોળે ચઢી છે. પાર્કિંગ મુદ્દે વીડિયો બનાવી રહેલી એક યુવતી પર એઈમ્સના સિક્યુરિટી ગાર્ડ્સ તૂટી પડ્યા હોવાની ઘટનાના નવા વીડિયો સામે આવ્યા છે. વીડિયો ઉતારવાની મનાઈ કરી ગાર્ડ્સે યુવતીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તેની સાથે મારામારી કરી હતી.આ સમગ્ર મામલે એમ.જે. સોલંકી સિક્યુરિટી એજન્સીની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ભોગ બનનાર યુવતીની વાત સાંભળવાને બદલે ગાર્ડ્સની તરફેણ કરતા પોલીસની કામગીરી પર પણ આક્ષેપો થયા છે.

