VIDEO: ઉપલેટામાં તંત્રની બેદરકારી આવી સામે, ખાડામાં ખાબકી કાર
સોર્સ : gstv
રાજકોટના ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ પાસે કોઈ પણ પ્રકારના સેફ્ટી બેરિકેટ, રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ ન હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. તાજેતરમાં જ રાત્રિના અંધકારમાં એક ફોર-વ્હીલર કાર ખુલ્લા ખાડામાં ખાબકી હતી.સમાજ સેવક હરપાલસિંહ જાડેજા અને સ્થાનિકોએ ભેગા મળી કારને બહાર કાઢી હતી. નગરપાલિકામાં અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે શહેર અને જિલ્લા કોંગ્રેસે કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ કામ કરવા સૂચના આપી છે અને જો સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?

