Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ accident on Jetalsar, car splits in two; 2 dead while returning from Junagadh fair

Video/ જેતલસર રેલ્વે પુલ પર ગમખ્વાર અકસ્માત, કારના બે ફાડિયા થઈ ગયા; જૂનાગઢ મેળામાંથી પરત ફરતા 2 ના મોત

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુર પાસે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો માણીને પરત ફરી રહેલા ચાર મિત્રોની કારને જેતલસર જંકશન રેલ્વે પુલ પર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પુલના સ્ટ્રક્ચર સાથે ટકરાતા તેના બે ટુકડા થઈ ગયા હતા.

App Store

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે એક કાર જૂનાગઢથી પરત ફરી રહી હતી ત્યારે જેતલસર જંકશન રેલ્વે પુલ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર પુલ સાથે એટલી પ્રચંડ રીતે ટકરાઈ કે તેના બે ભાગ થઈ ગયા હતા અને કારનો કાટમાળ રોડની સામસામેની દિશામાં ફંગોળાયો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ અકસ્માતને કારણે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને બાદમાં જેતપુર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને ક્લિયર કરાવ્યો હતો.

જાનહાનિ અને ઈજાગ્રસ્તો

કારમાં ત્રણ યુવકો અને એક યુવતી સવાર હતા. આ દુર્ઘટનામાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યા છે.

શિવરાત્રીનો મેળો માણી પરત ફરતા હતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચારેય મિત્રો જૂનાગઢમાં ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની ઉજવણી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. મેળાનો આનંદ માણીને ઘરે પહોંચે તે પહેલા જ કાળનો પંજો ત્રાટકતા પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. જેતપુર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.