Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: 5 gamblers caught with goods worth lakhs in Rajkot,

VIDEO: રાજકોટમાં 2 ઘટનાથી ચકચાર, લાખોના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપાયું, પોલીસે કેમિકલયુક્ત ગંજીપાના જપ્ત કર્યા

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  શ્રાવણ માસ આવતાની સાથે જ તીનપત્તીનો જુગાર રમનારા પતા રસિકોની મોસમ ફુલ બહારમાં આવતી હોઈ છે. ત્યારે આ સમયે સામાન્ય રીતે જુગાર રમનારા પતા પ્રેમીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા જુગાર ધારાની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવતો હોઈ છે. પરંતુ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અનોખી પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જે કામગીરી વિશે સાંભળતા તમને એવું લાગશે જાણે કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કસીનો અને ક્લબમાં જુગારમાં રૂપિયા ગુમાવનારા ખેલીઓની ચિંતા કરીને તેમની સાથે થતી છેતરપિંડી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગારની રમતમાં છેતરપિંડી આચરવા બાબતેના લાખો રૂપિયાના સાધનો કબજે કરવામાં આવ્યા છે. જે સાધનોના ઉપયોગ વડે છેતરપિંડી આચરનારો જુગારી આસાનીથી પોતાના હરીફોના પત્તા જોઈ શકે છે. તેમજ છેતરપિંડી દ્વારા લાખો તેમજ કરોડો રૂપિયા જુગારમાં જીતી શકે છે.

App Store

 જુગારમાં હારેલો 10 ધોરણ પાસ વ્યક્તિ વિપુલ પટેલ યુ-ટ્યુબના માધ્યમથી કઈ રીતે જુગાર રમતી વખતે જીતી શકાય તેના માટે કઈ કઈ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી શકાય તેમજ તે લક્ષી કીટ કઈ જગ્યાએ મળે તે પ્રકારની માહિતી ઓનલાઈન મેળવીને લખપતિ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં એસીપી ક્રાઈમ બ્રાન્ચ ભરત બસિયાના જણાવ્યા અનુસાર ગુરૂવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ મેહુલ ગોંડલીયા તેમજ તેમની ટીમના માણસોને ખાનગી રાહથી હકીકત મળી હતી કે, પુનિત નગર વાવડી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વિપુલ પટેલના રહેણાંક ફ્લેટમાં જુગાર રમવાના સાધનો તેમજ જુગાર રમતા સમયે અન્ય ખેલી સાથે છેતરપિંડી આચરી શકાય તે પ્રકારના સાધનો રાખવામાં આવ્યા છે. જે હકીકતના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવતા વિપુલ પટેલના ઘરેથી અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજીપતાના પાના 4260 નંગ, આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ 75 નંગ, સેન્સરયુક્ત એન્ડ્રોઇડ યુક્ત મોબાઈલ ફોન 4 નંગ તેમજ બ્લુટુથ સહિત કુલ રૂપિયા 2,70,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વિપુલ પટેલ વિરુદ્ધ જાણવા જોગ દાખલ કરી મોબાઈલ ફોન તેમજ ગંજીપતા સહિતની વસ્તુઓ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવી છે.

 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમના તહેવાર અંતર્ગત તીનપતીનો જુગાર રમવાનું ચલણ છે. પોલીસ દ્વારા વિપુલ પટેલની પૂછપરછ કરવામાં આવતા તે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના સાધનો દિલ્હીથી મંગાવતો હોવાનું જણાવ્યું છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન તેની પાસે રહેલી જુગારની રમતમાં ચીટીંગ કરી શકાય તે પ્રકારની કીટ અન્ય માસની સરખામણીમાં વધુ વેચાતી હોવાનું જણાવ્યું છે. તેમજ અગાઉ પોતે પણ આ કીટ થકી જુગારમાં રૂપિયા કમાયો હોવાનું પણ જણાવ્યું છે.

કઈ રીતે આ કીટ કામકાજ કરતી હોઈ છે

 કેમિકલ યુક્ત ગંજીપતાની બાજુમાં જ્યારે સેન્સર યુક્ત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન રાખવામાં આવે ત્યારે તે બાજુમાં રહેલા 52 પત્તા ગણતરીની સેકન્ડોમાં સ્કેન કરી લેતું હોય છે. તેમજ ત્યારબાદ 52 પત્તા પૈકી કયા નંબર પર બેઠેલો વ્યક્તિના ભાગમાં ઊંચા પન્ના આવશે તે પણ મોબાઇલ ફોનમાં ડિસ્પ્લે થતું હોય છે. પરંતુ કેટલીક વાર જુગાર રમતી સમયે વારી ઘડીએ મોબાઈલ ફોનમાં જોવું શક્ય ન હોવાથી મોબાઇલ ફોનની સાથે એક મીની બ્લુટુથ ડિવાઇસ પણ કનેક્ટ રાખવામાં આવતું હોય છે. જેમ મીની બ્લુટુથ ડિવાઇસ જે તે વ્યક્તિએ પોતાના કાનમાં સામેની વ્યક્તિને ન દેખાય તે પ્રકારે છુપાવીને રાખ્યું હોય છે. ત્યારે 52 પન્ના સ્કીન થઈ ગયા બાદ જે તે વ્યક્તિએ પોતાના કાનમાં બ્લુટુથ ડિવાઇસ છુપાવીને રાખ્યું હોય તેના કાનમાં મોબાઇલ દ્વારા સંદેશો સંભળાવવામાં આવતો હોય છે કે કઈ વ્યક્તિના પન્ના સૌથી ભારે છે. તેમજ કેટલા વ્યક્તિઓની વચ્ચે પન્નાની વહેંચણી થશે તેના માટે એક રિમોટ પણ આપવામાં આવતું હોય છે. તે રીમોટમાં એક જ વખત જુગાર રમનારા વ્યક્તિઓની સંખ્યા પ્રેસ કરવાની હોય છે. ત્યારબાદ તે સંદેશો મોબાઇલ ફોનમાં જતો રહેતો હોય છે.