Dwarka news: ખંભાળિયા તાલુકાના 10 ગામોના ખેડૂતો વીજ ધાંધીયાથી પરેશાન, PGVCL કર્મીઓ પર જુગાર રમવાનો આક્ષેપ

ખંભાળિયા તાલુકાના આશરે 10 ગામોના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ધાંધીયાથી પરેશાન છે, જેથી PGVCL કચેરીએ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા વીજ પુરવઠા અંગેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કરી પોતાની માંગ સાથે અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સિંચાઈ માટે વીજળી સમયસર ન મળતા મગફળી સહિતના પાકો નષ્ટ થવાની ભીતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આશરે 10 ગામોના ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો ન અપાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. PGVCL કચેરીએ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા વીજ પુરવઠા અંગેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વીજ ધાંધીયાના કારણે સિંચાઈ માટે જરૂરી વીજળી સમયસર ના મળતા મગફળી સહિતના પાકો નષ્ટ થવાની ભીતિ છે. ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કરી પોતાની માંગ સાથે અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂત નેતા પાલ આંબલિયાએ PGVCL અધિકારીઓ પર કામગીરીમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે. જિલ્લા કિસાન પ્રમુખ દેવુ ગઢવી જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓને જુગાર રમવાનો સમય મળે છે, પણ ખેડૂતોના પ્રશ્નો સાંભળવાનો સમય નથી. PGVCL અધિકારીઓ સામે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો ભડકી ઊઠ્યા હતા અને સત્વરે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો આપવાની માગ કરી હતી.

