VIDEO: નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહીં મળે: રાજકોટ પોલીસ કમિશનરના નિર્ણય સામે લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા
સોર્સ : gstv
રાજકોટમાં વાહનોની નંબર પ્લેટને લઈને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસના આ નિર્ણયને લઈને રાજકોટવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મોટાભાગના લોકોએ નિયમનું સ્વાગત કર્યું છે અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ ગુંડાગર્દી અટકાવવા માટે તેને જરૂરી ગણાવ્યો છે. જોકે, સાથે જ લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે નિયમો માત્ર સામાન્ય લોકો માટે નહીં, પરંતુ રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ સમાન રીતે લાગુ થવા જોઈએ. લોકોનું કહેવું છે કે પોલીસકર્મી કે રાજનેતા રોંગ સાઈડમાં જાય કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમની સામે પણ સામાન્ય નાગરિક જેવી જ કાર્યવાહી થવી જોઈએ.

