Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Allegations of corruption against the Principal of Botadni Nagar Primary School No. 22

VIDEO: બોટાદની નગર પ્રાથમિક શાળા નંબર 22ના આચાર્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોટાદ નગર પ્રાથમિક શાળા નંબર 22 ની એસએમસી કમિટી દ્વારા શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. એસએમસી અધ્યક્ષ નિકિતાબેન પટેલ સહિતના તમામ સભ્યોએ શાસનાધિકારીની કચેરીએ પહોંચીને આચાર્યની ત્વરિત બદલી કરવાની માંગણી કરી હતી. આચાર્ય પર મધ્યાન ભોજન યોજના, ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામની કામગીરીમાં નાણાંની માંગણી કરી ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વધુમાં શાળામાં સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક અને મોબાઈલ બાબતે કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવતા હોદ્દેદારોનું અપમાન કરી તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ થયો છે. આ સમગ્ર ગંભીર મામલે શાસનાધિકારી દ્વારા યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News