VIDEO: ગોંડલના લોકમેળામાં ફોટો ફ્રેમના ભાવતાલ બાબતે થયેલી બોલાચાલીમાં ઉત્તર પ્રદેશના વેપારીની છરીના ઘા ઝીંકી હત્યા
સોર્સ : gstv
રાજકોટના ગોંડલના આઈકોનિક લોકમેળામાં ભાવતાલ બાબતે સર્જાયેલી સામાન્ય બાબતમાં હત્યા થઈ છે...પ્રયાગરાજથી મેળામાં ફોટો ફ્રેમનો સ્ટોલ ચલાવતા રમાશંકર ઉર્ફે દીપક બરમન નામના યુવક પર આઠથી નવ અસામાજિક તત્વોએ ભેગા મળીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હુમલામાં વચ્ચે પડીને બચાવવા ગયેલા અન્ય વેપારી વિશાલ શર્માને પણ છરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને વધુ સારવાર અર્થ રાજકોટ રિફર કરાયા છે. ગોંડલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાહુલ ડોડીયા, સમીર સુમરા, અલ્ફાજ શેખ, નવાજ દોઢીયા અને અસફાખ જુનેજા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મેળામાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે અન્ય ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

