VIDEO: રાજકોટમાં હિટ એન્ડ રન અકસ્માતમાં નવનિયુક્ત પોલીસકર્મીનું કરુણ મોત
સોર્સ : GSTV
રાજકોટમાં એક દુર્ઘટનામાં નવનિયુક્ત 24 વર્ષીય પોલીસકર્મી કેયુર શૈલેષભાઈ રામાણીનું હિટ એન્ડ રન અકસ્માતમાં કરુણ મોત થયું છે. કેયુર વહેલી સવારે એક્ટિવા પર મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન જવાહર રોડ પર આર. વર્લ્ડ સિનેમા નજીક પૂરઝડપે આવી રહેલી એક રિક્ષાએ તેમને અડફેટે લીધા હતા જેનાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તાજેતરમાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેમની નિમણૂક થઈ હતી. આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર અને પોલીસ વિભાગમાં ઘેરો શોક છવાઈ ગયો છે. પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધીને ફરાર રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.

