Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The young man was roaming the streets of Rajkot naked before he disappeared

ગોંડલના યુવાનના શંકાસ્પદ મોતનો કેસ: ગાયબ થયા પહેલા યુવક નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટના માર્ગો પર ફરતો હતો

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ગોંડલના યુવાનના શંકાસ્પદ મોતનો કેસ: ગાયબ થયા પહેલા યુવક નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટના માર્ગો પર ફરતો હતો

રાજકોટના ગોંડલના ગુમ થયેલા યુવાનના શંકાસ્પદ મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે યુવાનની મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

App Store

યુવાનની મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા

યુવાન નિવર્સ્ત્ર હાલતમાં રાજકોટના રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલામાં યુવાનના પરિવારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર વિરુદ્ધ હત્યાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ પર પણ યુવાનના પરિવારે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલામાં પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે. 

મૃતક યુવાનની બહેને લગાવ્યા હતા ગંભીર આરોપ

ગુજરાતમાં ચકચારી જગાવનાર આ ઘટના બાબતે મૃતકની બહેને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેનું કહેવું હતું  કે, 'જયરાજસિંહના બંગલામાં તેના ભાઈને મારતા હોવાના CCTV સ્થાનિક પોલીસે જોયા છે'. સાથે જ પોતાના ભાઈને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય તે માટે છેક સુધી લડી લેવાની વાત મૃતક રાજકુમાર જાટની બહેને કરી છે.