Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The unique tradition of 'Jalto Garbo', which is 60 years old, continues during Navratri in Dhoraji.

VIDEO: ધોરાજીમાં નવરાત્રી પર 60 વર્ષ જૂની 'જળતો ગરબો'ની અનોખી પરંપરા યથાવત

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર ગુજરાત ગરબાના તાલે ઝૂમી ઉઠે છે. જગ્યાએ જગ્યાએ પ્રચીન અને અનોખી પરંપરાઓ સાથેની ગરબાની રમઝટ જોવા મળી રહી છે. એવામાં આજે ધોરાજીની એક એવી અનોખી પરંપરા વિશે આપણે જાણીશું. જેમાં આસ્થા અને સાહસનો અનોખો સંગમ જોવા મળે છે. ધોરાજીમાં છેલ્લા 60 વર્ષથી એક એવી ગરબીનું આયોજન થાય છે, જેમાં દિકરીઓ માથે 'જળતો ગરબો' એટલે કે અગ્નિનો ગરબો લઈને રાસ રમે છે.

App Store

ધોરાજીની 'જળતો ગરબો' પરંપરા

ધોરાજીના હોકરા કાંઠા વિસ્તારમાં આવેલા નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં નવરાત્રીની દરેક રાત ખાસ હોય છે. અહીંની દિકરીઓ જ્યારે માથા પર પ્રજ્વલિત ગરબો લઈને એક તાલે રાસ રમે છે, ત્યારે જોનારા સૌ કોઈ દંગ રહી જાય છે. આ પરંપરા કોઈ નવી નથી, પરંતુ છેલ્લા 60 વર્ષથી, એટલે કે રાજાશાહીના સમયથી ચાલી આવે છે. 'જળતો ગરબો' ઉપરાંત અહીં લાકડી રાસ, ગાગર રાસ, અને ભુવા રાસ જેવા પરંપરાગત રાસ પણ રમાડવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવા જોખમથી રાસ રમવા છતાં પણ આટલા વર્ષોમાં ક્યારેય કોઈ દુર્ઘટના બની નથી.