Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The hair of the minor accused was pulled out by hand.

Rajkot news: સગીર આરોપીના માથાના વાળ હાથથી ખેંચીને કાઢવામાં આવ્યા, હસી હસીને તાલિબાની સજા આપનાર શખ્સ કોણ?

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સગીર આરોપીના માથાના વાળ હાથથી ખેંચીને કાઢવામાં આવ્યા, હસી હસીને તાલિબાની સજા આપનાર શખ્સ કોણ?
સોર્સ : GSTV

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશનમાં આરોપીને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના રૈયા રોડ પર એક યુવાન પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટના બનતા ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે રાતોરાત આરોપીઓને દબોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપીને પોલીસ સ્ટેશનમાં તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે.

App Store

સગીરના વાળ હાથથી ખેંચીને બહાર કાઢતો શખ્સ કોણ?

જેમાં એક વ્યક્તિ સગીરનું માથું પકડીને માથામાંથી વાળ હાથથી ખેંચીને બહાર કાઢતો દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ કારણથી સગીર અસહ્ય દર્દથી પીડાઈ રહ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે ઘટનાના 15 દિવસ બાદ આ વિડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

ઉચ્ચ અધિકારીઓએ આપ્યા તપાસના આદેશ

તો બીજી તરફ પ્રશ્ન એ થાય છે કે આ શખ્સ કોણ છે જેણે આ કૃત્ય આચર્યું છે. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ પાસે ગયો છે. તો બીજી તરફ આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. નોંધિનીય છે કે પોલીસ સ્ટેશનમાં સગીર આરોપી સાથે અમાનવિય કૃત્ય પર ચારે તરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.