Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The demand to remove the dilapidated tank became fierce in Virpur

VIDEO: વીરપુરમાં જર્જરિત ટાંકી ઉતારી લેવાની માગ ઉગ્ર બની

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૫ ટકા ગામને પીવાનું પાણી પૂરું પાડતી જર્જરિત બે ટાંકીઓ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. પંચાયતે ચેતવણી આપતું બોર્ડ લગાવ્યું છે પણ નવી ટાંકી બનાવી જૂની ઉતારી વહેલ તકે ઉતારી લેવાની માંગ ઉગ્ર બની છે. ખરાવાડ પ્લોટ વિસ્તારમાં સરકારી હોસ્પિટલની પાછળ આવેલી આ પાણીની ટાંકી આજુબાજુના રહેણાંક વિસ્તાર માટે મોટો ખતરો બની ગઈ છે. વીરપુર ગ્રામ પંચાયત સરપંચના જણાવ્યા અનુસાર, વર્ષો જૂની આ પાણીની ટાંકીઓ ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં ઊભી છે. આ પાણીની ટાંકીઓનું મહત્વ ગામ માટે ઘણું મોટું છે  કારણ કે વીરપુર ગામના આશરે ૭૫ ટકા વિસ્તારમાં દૈનિક પાણીનું વિતરણ આ જ ટાંકીઓના માધ્યમથી કરવામાં આવે છે. એક તરફ લોકોની પાણીની મૂળભૂત જરૂરિયાત આ ટાંકીઓ પર નિર્ભર છે, તો બીજી તરફ આ જર્જરિત માળખાને કારણે મોટી જાનહાની થવાની દહેશત પણ સતત સેવાઈ રહી છે. ટાંકીની આસપાસ રહેણાંક વિસ્તાર અને સરકારી હોસ્પિટલ પણ આવેલી છે જેથી આસપાસના લોકો પર ખતરો તોડાઈ રહ્યો છે. આ મુદ્દે પંચાયતે ફરીથી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે.

App Store