VIDEO: રાજકોટમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવભક્તિનો માહોલ
સોર્સ : gstv
આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રાજકોટના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના મધ્યમાં બિરાજમાન અને સ્વયંભૂ જાગનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. અંદાજે 150 વર્ષથી પણ વધુ જૂના આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. કહેવાય છે કે મોટા ગુરુ લાલદાસજી ખીરસરાથી રાજકોટ આવતા ત્યારે અહીં પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા હતા, જ્યાં શિવજીની નાની ડેરી હતી. સ્વપ્નમાં હનુમાનજીના સંદેશ બાદ મૂર્તિ પ્રગટ થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ રાજકોટના રાજવી સર લાખાજી રાજએ જમીન દાનમાં આપતા મંદિરનું નિર્માણ થયું હતું. જાગનાથ મહાદેવને ‘જાગતા મહાદેવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભક્તો અતૂટ શ્રદ્ધા સાથે અહીં પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે.

