VIDEO: રાજકોટ માર્કેટિંગ યાર્ડ પુલ પર ટેમ્પો પલટી ગયો: રસ્તા પર જણસ વેરાતાં ટ્રાફિક જામ
સોર્સ : gstv
રાજકોટ માર્કેટિંગ યાર્ડના પુલ પર મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. ખેડૂતોની જણસ ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી જતાં માર્ગ પર માલ વેરાઈ ગયો હતો. આ ઘટનાને લીધે રાત્રિના સમયે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ખરાબ સર્વિસ રોડને કારણે અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અકસ્માતો અટકાવવા તંત્ર તાત્કાલિક રીપેરિંગ કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે.

