VIDEO: રાજકોટ: મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો
સોર્સ : gstv
રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કરીને ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતના કારણો અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકની સ્થિતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

