Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Stunt workers on Rajkot-Ahmedabad highway..Questions raised against police-traffic system

VIDEO: રાજકોટ-અમદાવાદ હાઈવે પર સ્ટંટબાજો બેફામ..પોલીસ-ટ્રાફિક તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ-અમદાવાદ હાઈવે પર સ્ટંટબાજોનો આતંક ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. હાઈવે પર જીવના જોખમે બાઈક સ્ટંટ કરતા કેટલાક યુવકોનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. આ બેફામ યુવકો માત્ર પોતાનો જ નહીં, પરંતુ હાઈવે પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકોનો જીવ પણ ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે. સામાન્ય નાગરિકો પાસેથી નિયમોના ભંગ બદલ કડક દંડ વસૂલતી પોલીસ અને ટ્રાફિક તંત્રની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે આ મવાલી તત્વો સામે કાર્યવાહી કેમ થતી નથી? વાહનચાલકો અને જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાઈવે પર સુરક્ષા વધારીને આવા અસામાજિક તત્વો સામે તંત્ર તાત્કાલિક અને લાલ આંખ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

App Store