Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Dumper driver hits car on Rajkot-Ahmedabad highway

Rajkot news: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકે કારને મારી ટક્કર, અકસ્માતમાં મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકે કારને મારી  ટક્કર, અકસ્માતમાં મહિલાનું મોત
સોર્સ : gstv

ગુજરાતમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરોમાં ડમ્પર ચાલકો અને અન્ય મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો જાણે કોઈ જ કંટ્રોલ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજકોટમાં ડમ્પરચાલકો બેફામ બન્યા હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. ચોટીલા દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. 

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરચાલક બેફામ ગતિએ વાહન હંકારી 42 વર્ષીય શીતલબેન ભોજકનો ભોગ લીધો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા શીતલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ચોટીલા દર્શન કરવા જઇ રહેલા પરિવારને અકસ્માત નડ્યો

જ્યારે જ્યારે પરિવારના અન્ય સભ્યોને નાનીમોટી ઇજા પહોંચી હતી. ચોટીલા દર્શન કરવા જઇ રહેલા પરિવારને અકસ્માત નડતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ટોપિક્સ:gstvaccidentrajkotgujarat