ખોડલધામ સ્નેહમિલન કાર્યક્રમ વિવાદ: રાજુ સખીયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ, જાણો શું છે મામલો

રાજ્યના ગોંડલમાં ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદ વકર્યો હતો.
રાજુ સખીયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ
ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ વિવાદ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાનો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો. સમાજમાં વૈમનસ્ય ફેલાવતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ કૌભાંડ: રાજ્યમાં 19 સ્થળો પર EDના દરોડા, 600થી વધુ બોગસ ખાતામાંથી કરોડો ઝડપાયા
વેપારી ઘનશ્યામ વિનોદભાઈ સોરઠીયાએ નોંધાવી ફરિયાદ
લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ધમકી આપી હતી. વેપારી ઘનશ્યામ વિનોદભાઈ સોરઠીયાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે રાજુ સખીયા સામે ગુનો નોંધીને ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.

