Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot's wife trapped in Pakistan for three years, makes video asking for help

'મોદીજી મને ભારત બોલાવી લો': Rajkot ની પરણિતા ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ, Video બનાવી માંગી મદદ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિઝાના જટિલ નિયમોને કારણે અનેક પરિવારો વિખૂટા પડતા હોય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં એક પરણિતા છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ છે અને પોતાના પરિવાર પાસે પરત આવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી રહી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

મૂળ પાકિસ્તાની નાગરિક રેહાનાના લગ્ન વર્ષ 2015માં રાજકોટના પરવેઝ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ રેહાના ભારતમાં સ્થાયી થઈ હતી અને તેના પતિ તથા બાળકો સાથે રાજકોટમાં સુખી જીવન જીવી રહી હતી. જોકે, વિઝાની પ્રક્રિયા તેના જીવનમાં મોટું સંકટ લઈને આવી.  રેહાના તેના વિઝા રિન્યુઅલની કામગીરી માટે 2022માં પાકિસ્તાન ગઈ હતી. ટેકનિકલ કારણોસર અથવા વિઝા ન મળવાને કારણે તે છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં જ અટવાઈ પડી છે. તેના પતિ અને બાળકો રાજકોટમાં તેની રાહ જોઈ રહ્યા છે, જ્યારે રેહાના સરહદની પેલે પાર લાચાર બનીને બેઠી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તાજેતરમાં રેહાનાએ પાકિસ્તાનથી એક વીડિયો બનાવી પોતાની આપવીતી વર્ણવી છે. આ વીડિયોમાં તેની આંખોમાં ઝળઝળિયાં સાથે તે ભારત સરકારને વિનંતી કરી રહી છે. તેણે વડાપ્રધાનને સંબોધતા કહ્યું કે, "મોદીજી, મને પાકિસ્તાનથી ભારત બોલાવી લો, મારે મારા પરિવાર પાસે જવું છે."

આ કરુણ દ્રશ્યોએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. પરિવાર પણ હવે આશા રાખી રહ્યો છે કે સરકાર આ બાબતે હસ્તક્ષેપ કરે અને માનવતાના ધોરણે રેહાનાને ભારત પરત લાવવા માટે મદદ કરે.