રાજકોટ: 'ભાસ્કર-પરેશ અપહરણ’ કેસમાં 25 વર્ષે આવ્યો ચુકાદો, જુઓ કોણ છૂટ્યું નિર્દોષ

રાજકોટ શહેરના 2000ની સાલમાં ભારે ચકચારી મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે અંતિમ ચુકાદો આવ્યો છે, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આજથી 25 વર્ષ પહેલા દુબઈની કોઈ માફિયા ગેંગ દ્વારા ભાસ્કર પારેખ અને પરેશ શાહનું રાજકોટથી અપહરણ કરી ભાસ્કરના પિતા પાસેથી રુપિયા 20 કરોડની ખંડણીની માંગ કરાઈ હતી. આખરે ત્રણ કરોડ આપવા માટે સંમતિ દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટ: તંત્રના નાક નીચે ખનીજ માફિયાઓ બન્યા બેફામ, સરકારી તિજોરીને મોટું નુકશાન
બાદમાં પોલીસે એક પછી એક આરોપીઓને પકડીને યુવાનોને અપહરણકર્તાના ચુંગાલમાંથી બચાવ્યા હતા. આ અપહરણ કેસની ચાર્જશીટમાં કુલ 47 આરોપીઓની યાદી છે. તેમાંથી 11 આરોપીઓ ચાલુ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા તો 5 આરોપીઓ ભાગેડૂ છે.આમ કરતાં કુલ 35 આરોપીઓ સામે કેસ ચાલ્યો. જેના નિર્ણયમાં આ 35 અને મૃત્યુ પામેલ 11 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જૈસ એ મહોમ્મદ અને લશ્કર એ તોઈબા જેવા સંગઠનોની પણ આ કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં મોટાભાગના સાહેદો-સાક્ષીઓ હોટસ્ટાઇલ થઇ ગયા હતા.

