VIDEO: રાજકોટ ગ્રામ્ય એસઓજીની ભોજપરા ગામે મેગા રેડ: ખાદ્યતેલમાં ભેળસેળ કરનાર સંચાલક ઝડપાયો
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ખાદ્યતેલમાં ભેળસેળનું એક મસમોટું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચે બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને ભોજપરા ગામની સીમમાં આવેલ 'મુરલીધર પ્રોટીન્સ' નામના કારખાના પર ઓચિંતી મેગા રેડ પાડી હતી. આ તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન હતો. તહેવારોની મોસમ ટાંકણે જ આ કાળો કારોબાર પકડાતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર કારખાનાના સંચાલક જયદેવભાઈ પ્રભાતભાઈ ડાંગર વિરુદ્ધ પોલીસે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેના કારણે અન્ય ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

