VIDEO: રાજકોટ લૂંટ કેસ: નવા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સોર્સ : gstv
રાજકોટની પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ કર્મચારીને હથિયાર બતાવી ધમકાવતા અને ઝપાઝપી કરતા નજરે પડે છે. ઘટનાના 10 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી આસુ અને અરુણ હજુ ફરાર છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

