Rajkot news: ગાંધીગ્રામની જાણીતી ઠક્કર ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગના દરોડા
સોર્સ : gstv
રાજકોટમાં શ્રાવણ માસ દરમિયાન આરોગ્ય વિભાગે મિલાવટ વિરુદ્ધ મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીગ્રામના એસ કે ચોકમાં આવેલી ઠક્કર ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.
શ્રાવણ માસમાં લોકો ઉપવાસ અને પૂજા-અર્ચના માટે ફરસાણનો ઉપયોગ કરે
શ્રાવણ માસમાં લોકો ઉપવાસ અને પૂજા-અર્ચના માટે ફરસાણનો ઉપયોગ કરે છે, ત્યારે ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે.દુકાનમાં વેચાતા ફરસાણના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, જો મિલાવટ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

