Rajkot News: ધોરાજીમાં લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. ધોરાજીથી જમના વડ તરફ જવાના રસ્તા પર આર એન બી વિભાગ હસ્તક સિમેન્ટ રોડ બની રહ્યો છે. સિમેન્ટ રોડના આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવત્તા ધરાવાતું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકે કર્યો છે. આ વ્યક્તિએ વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તેના આક્ષેપ જોવા મળે છે.
નવા બની રહેલા સિમેન્ટ રોડના કામમાં રોડનું ઉદ્ઘાટન થવા પહેલા જ તિરાડો પડી છે. તેથી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

