VIDEO: રાજકોટ : લોહીના સંબંધો લજવાયા પૈસાની લેતીદેતીમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી
સોર્સ : gstv
રાજકોટના સોમનાથ-2 વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં પૈસાની આંતરિક લેતીદેતીના વિવાદમાં એક કૌટુંબિક ભત્રીજાએ પોતાના જ કાકા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે.. આ લોહિયાળ હિંસામાં રૈયાધારના 50 વર્ષીય સુરેશભાઈ ધોળકિયાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો રાજેશ અને લાખા ધોળકિયા ગંભીર રીતે ઘાયલ થયા છે. વળતા હુમલામાં આરોપી ભત્રીજો હાર્દિક ધોળકિયા પણ ઈજાગ્રસ્ત થયો છે. હાલ તમામ ઘાયલો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

