VIDEO: રાજકોટ મનપાનું દરોડા સત્ર: 93 પેઢીઓની તપાસ, 115 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
સોર્સ : gstv
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અન્ન સુરક્ષા ઝુંબેશ અંતર્ગત ભેળસેળ અને ગંદકી સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય ટીમે કુલ 93 વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં વાસી, એક્સપાયર્ડ અને અખાદ્ય મળી આવેલો 115 કિલો ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને ફૂડ લાઇસન્સનો અભાવ ધરાવતી 22 પેઢીઓને નોટિસ આપવામાં આવી છે. મસાલા, સીંગતેલ સહિત કુલ 7 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેન્ટીનમાંથી પણ શાકભાજી અને મસાલાના સેમ્પલ લઈને નોટિસ ફટકારાઈ છે.

