VIDEO: રાજકોટ / હિસ્ટ્રીસીટર ભરત કુગશીયા ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો, દેશી પિસ્તોલ - 3 જીવતા કાર્ટિસ કબજે
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં SOGની ટીમે હિસ્ટ્રીચીટર ભરત કુગશીયાને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભરત કુગશીયા સામે અગાઉ પ્રોહીબિશન, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત તેની સામે બે વખત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસ હવે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું અને અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

