VIDEO: રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જાતે વાઈપર પકડી સફાઈ કરી કર્મચારીઓને આપ્યો સંદેશ
સોર્સ : gstv
રાજકોટ સિવિલ હોસ્પિટલની છબી સુધારવા અને વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે નવનિયુક્ત સિવિલ અધિક્ષક કમલ ડોડીયાએ વાઈપર લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા. એકબીજા પર જવાબદારી ઢોળતા સફાઈ કર્મચારીઓ પણ આ દ્રશ્ય જોઈને છોભીલા પડી ગયા હતા. આ અગાઉ પણ તેઓ સાયકલ પર રાઉન્ડ મારીને ફરજમાં બેદરકારી દાખવતા અને ઊંઘતા કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા. જાતે સફાઈ કરીને અધિક્ષકે હોસ્પિટલમાં સ્વચ્છતા, શિસ્ત અને દર્દીઓની યોગ્ય સારવાર પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી તમામ કર્મચારીઓને આકરો સંદેશ પાઠવ્યો છે.

