Rajkot: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવિલ હોસ્પિટલ લવાયા

સોર્સ : gstv
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હૃદય સંબંધિત તકલીફ થતાં આજે તેમને જુનાગઢ જેલમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાને હૃદયને લગતી તકલીફ હોવાને કારણે તેમને મેડિકલ ચેકઅપ માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલા યુ એન મહેતા કાર્ડિયાક વિભાગમાં તેમનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
અનિરુદ્ધસિંહ જાડેજાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા હોવાથી, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા બાદ, અનિરુદ્ધસિંહ જાડેજાને ફરીથી જુનાગઢ જેલમાં પરત લઈ જવામાં આવ્યા હતા.

