VIDEO: રાજકોટમાં વરસાદનું એલર્ટ, અધિકારીઓ મેદાને
સોર્સ : gstv
રાજકોટમાં સતત વરસાદને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરમાં પાણી ભરાવાની શક્યતા ધરાવતા 78 સ્થળો મનપા દ્વારા અગાઉથી જ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપા કમિશનર તુષાર સુમેરા ખુદ ફિલ્ડમાં ઉતરી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે પોપટપરા નાળાં સહિત શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પાણીના ઝડપી નિકાલ અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મનપા દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

