VIDEO: સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચ માટે સમર્થનનો ધમધમાટ
સોર્સ : gstv
સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચની વર્ષો જૂની માંગને મોટો વેગ મળ્યો છે. રાજકોટ બાર એસોસિએશનની સક્રિયતા બાદ સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ આ માંગને ખુલ્લું સમર્થન આપ્યું છે. રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળને પત્ર લખી રજૂઆત કરી છે, જ્યારે મુખ્યમંત્રી, મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવાયા છે.

