VIDEO: રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ બ્રિજ ક્ષતિ મામલે મનપાની કાર્યવાહી: કોન્ટ્રાક્ટરને નોટિસ
સોર્સ : gstv
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નિર્માણ પામેલા બ્રિજમાં ક્ષતિઓ સામે આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મનપાના સિટી ઇજનેર કુંતેશ મહેતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બ્રિજની સ્થિતિની તપાસ માટે સુરતની સરકારી એન્જિનિયરિંગ કોલેજ SVNITના પ્રોફેસર અનિલ દેસાઈને બોલાવવામાં આવ્યા હતા. મનપા દ્વારા માગવામાં આવેલા રિપોર્ટમાં પ્રોફેસરે બ્રિજમાં જરૂરી સુધારા કરવા તેમજ જેકેટિંગ કરવાની સ્પષ્ટ સલાહ આપી છે. બીજી તરફ, નબળા બાંધકામ બદલ મનપાએ બ્રિજનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી બેગબોન કંપની અને ડેલ્ફ એન્જિનિયરને કારણદર્શક કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

