Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 27-year-old man killed on public road near Bhaktinagar circle in Rajkot

VIDEO: રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક ૨૭ વર્ષીય યુવકની જાહેર રસ્તા પર કરાઈ હત્યા

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે ૨૭ વર્ષીય વિમલ વાણીયા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે બોલાચાલી બાદ વિમલ પર એક પછી એક છરીના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની પત્નીના જણાવ્યા મુજબ, તેણે સાત વર્ષ પૂર્વે જસદણ પંથકની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના લીધે તેના ભાઈઓએ વિમલ સાથે બોલાચાલી કરી આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે મૃતકના સાળા કમલેશ ઉર્ફે કાના રબારી સહિતના શકમંદો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store