Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : MLA Mahendra Padaliya missing from Janmashtami poster: Groupism debate gains momentum

VIDEO: જન્માષ્ટમીના પોસ્ટરમાંથી ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગાયબ: જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ધોરાજીમાં જન્માષ્ટમીના તહેવાર ટાણે જ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં જન્માષ્ટમીની શુભેચ્છા આપતા બેનરોમાં વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ફોટો ગાયબ જોવા મળ્યો છે, જ્યારે તેમની જગ્યાએ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના પોસ્ટરો છવાઈ ગયા છે. એટલું જ નહીં, નગરપાલિકાના ભાજપના સદસ્યોએ લગાવેલા બેનરોમાંથી પણ સ્થાનિક ધારાસભ્યનો ફોટો ગાયબ રહેતા ભારે ચર્ચાઓ જાગી છે. ૨૦૨૭ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જ જયેશ રાદડિયા ધોરાજીમાં સક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ, ધોરાજી ભાજપના આગેવાનો અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વચ્ચે મોટો આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોવાની વાતોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

App Store