Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Massive corruption at Kailash Dham, a cremation ground in Dhoraji

VIDEO: ધોરાજીમાં આવેલ સ્મશાનગૃહ કૈલાશ ધામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધોરાજીમાં આવેલ એકમાત્ર સ્મશાનગૃહ કૈલાશ ધામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. સમારકામ માટે 81 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ નબળી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, બીમ અને લોખંડનો ઉપયોગ કરી કામ અધૂરું અને નિમ્નસ્તરનું કરાયું હોવાનો આરોપ છે.સ્વયં ભાજપના વરિષ્ઠ આગેવાન જયસુખ ઠેસીયાએ દાવો કર્યો છે કે કામ નબળું થયું છે. પાલિકાના ભાજપ સદસ્યોએ પણ ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી, છતાં કોન્ટ્રાક્ટરે તેને અવગણી છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ તપાસની માગ કરી છે. આ મામલે સ્થાનિક સ્તરે કોન્ટ્રાક્ટર રાજની ચર્ચા જોર પકડી છે.

App Store
ટોપિક્સ:dhorajigstvgstv newskailash dham