Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : One more person dies due to poisonous insect bite, know the total death toll

Dhoraji news: ઝેરી જીવાત કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત, જાણો કુલ મૃત્યુઆંક

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Dhoraji news: ઝેરી જીવાત કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત, જાણો કુલ મૃત્યુઆંક
સોર્સ : GSTV

ધોરાજીના પાટણવાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. દર્દીએ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. અગાઉ પાટણવાવ ખાતે ઝેરી જીવાતના ત્રાસના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. 

App Store

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ શરુ

રાજકોટ જિલ્લાના ધોરાજી સહીત અન્ય ગામોમાં ઝેરી જીવાતે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે, ત્યારે આજે ધોરાજીના પાટણવાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત વ્યક્તિનું મોત નીપજ્યું છે. જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પણ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. વધુ એક મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ પાટણવાવ ખાતે પહોંચી હતી અને દવાનો છંટકાવ શરુ કર્યો હતો. ઝેરી જીવાતના કરડવાથી મોતના કારણે ગ્રામજનોમાં ફરી ફફડાટ ફેલાયો છે.